તમામ પ્રિસાઈડીંગ ઓફિસરો માટે આ એપ બનાવેલ છે.
સ્માર્ટ પ્રિસાઈડીંગ ઓફિસર એપ આપના માટે ફ્રી બનાવેલ છે.તમામ પ્રિસાઈડીંગ ઓફિસરો માટે કે જેઓ ચૂંટણી ની કામગીરીમાં રોકાયેલા છે તેઓ માટે આ એપ બનાવેલ છે.આ એપ માટે PDF સ્વરૂપે મારા જેવા મિત્રો તરફથી આવેલ મટીરીયલનો ઉપયોગ કરેલ છે.આ એપમાં તમને પ્રિસાઈડીંગ માટેની તમામ બાબતો સરળતાથી મળશે. જેમ કે, આપની કામગીરી,માર્ગદર્શક સૂચનાઓ,સચિત્ર ઈ.વી.એમ. મશીન અને વી.વી.પેટ. મશીન ની માહિતી,દર બે કલાકે મોકલવાનું ઓટોમેટીક પત્રક,મતદારો ને હેલ્પ થાય તે માટે મતદાર કોર્નર તથા કવરના નમૂના આપેલ છે.આ એપ માત્ર આપના માટે સેવાના હેતુથી બનાવેલ છે.જેનો કોઈ આર્થિક ઉદ્દેશ નથી.આપના સૂચનો મને આવકાર્ય રેહશે.મારા આ નાનકડા પ્રયાસને શેર કરી તમારી મહેનત ઓછી થશે. આ બાબત ધ્યાન માં રાખી આ એપને શેર કરશો....