About Just Patel
'Just Patel' is a leading 'Patel Community' business directory & search engine.
JUSTPATEL.COM એ અગ્રણી પટેલ પરિવાર / જ્ઞાતિ ની ધંધાકીય ડિરેક્ટરી અને સર્ચ એન્જિન છે, તેનાથી આપણને પટેલ જ્ઞાતિ ના વેપાર / ધંધો કરતા પરિવાર જનો ની જાણકારી મળશે,આ Website/Application માં વેપાર / ધંધા નું રજીસ્ટ્રેશન કરવાનું બહુ સરળ છે,એક વખત રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારા ધંધા / રોજગાર વિશેની માહિતી પુરા ભારત અને વિશ્વ માં પહોંચાડવામાં આવશે.
આ પ્લેટફોર્મ થ્રુ આપ પુરા ભારત અને વિશ્વ માં કોઈ પણ શહેર / ગામ માં ચાલતા કોઈ પણ ધંધા રોજગાર ની માહિતી મેળવી શકો છો, માહિતી નું આદાન પ્રદાન કરી સમાજ ને આર્થિક રીતે વધારે ને વધારે મજબૂત કરી શકો છો.
ઉદ્દેશ :
સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વના મજબૂત પાસાઓ અંગે પાટીદાર યુવાનોમાં જાગૃતિ ફેલાવવા તેમજ પાટીદાર સમાજને પુનઃ સંગઠીત કરી સામાજિક, આર્થિક, વહિવટી અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવવા.
વર્તમાન બિઝનેસ લેવલને વિશેષ બહોળું કરવું તેમજ આગળ ધપાવવું, અને આપણી જ્ઞાતિના શિક્ષિત યુવક-યુવતીઓને બિઝનેસમાં આગળ આવવા માટે પ્રોત્સાહન આપવું.
આ Website/Application ની મદદ થી દેશ-વિદેશના બિઝનેસમેનો ની લિંક વધુ મજબૂત બનાવવી અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પડવું.
આપણી જ્ઞાતિ ના લોકોને ધંધા વ્યવસાયની રાષ્ટિય / આંતરરાષ્ટીય વિકાસ ની તમામ માહિતી તથા માર્ગદર્શન તમામ જરૂરિયાતમંદોને આપવામાં આવશે, જેથી માહિતીનું આદાન - પ્રદાન સરળ બની રહે.
આજના આધુનિક યુગ ની જરૂરિયાત મુજબ પટેલ જ્ઞાતિના યુવાનો ચીલાચાલુ કામને બાજુ પર મૂકી ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી અનેક પ્રકારના બિઝનેસ કરવા માટે તત્પર બન્યા છે.
ભૂતકાળમાં વેપાર-વાણિજ્યની વાત આવે એટલે આપણી નજર સમક્ષ અમુક જ જ્ઞાતિના લોકોનો ખ્યાલ આવતો, પરંતુ આ ચિત્ર હવે બદલાય ગયું છે. આપણા પટેલ જ્ઞાતિના લોકો પણ દરેક બિઝનેસમાં સફળ થઇ રહ્યા છે.
આપણા જ્ઞાતિજનો અનેક નાના-મોટા બિઝનેસ કરે છે. પરંતુ તેઓની આપણી જ્ઞાતિમાં જ ઓળખ ઉભી થાય તેવું મજબૂત નેટવર્ક - સંગઠન બનાવી,સમાજ ને ધંધાકીય અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ છે.
જેમ કે કોઈ વ્યક્તિ કન્સ્ટ્રકશન નો બિઝનેસ કરે છે,પણ આપણા જ્ઞાતિજનો ને એના બિઝનેસ ની જાણ હોતી નથી, આપણે એક એવું પ્લેટફોર્મ બનાવવા જઈ રહ્યા છીએ કે જે પ્લેટફોર્મ ની મદદથી સમાજ માં એ વ્યક્તિ ની ઓળખાણ અને નેટવર્ક બને અને ધંધાકીય વિકાસ / વિસ્તાર થાય .
આ Website/Application એક ખાસ બિઝનેસ સંગઠન છે. આ સંગઠન જરુરીયાતમંદ બિઝનેસમેનને તમામ પ્રકારની સહાયતા કરશે.તે માટે દરેક બિઝનેસમેનને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવશે.
આ Website/Application થી એક એવા પ્લેટફોર્મ ની શરૂઆત થશે જેમાં આપણી જ્ઞાતિના દેશવિદેશના બિઝનેસમેનો પરસ્પર એકબીજાના સંપર્ક માં આવશે, અને વધુ સફળ થશે.
વર્તમાન હરીફાઈના યુગમાં સંગઠિત રહીયે તો આપણી જ્ઞાતિ વિશ્વસ્તરે ફેલાયેલી છે તે મુજબ આપણી પટેલ જ્ઞાતિનો બિઝનેસ પણ વિશ્વસ્તર પર ફેલાય શકશે.
આવનારા સમય માં આ Website/Application પટેલ સમાજ ને ખુબ જ ઉપયોગી નીવડશે.
What's new in the latest 1.0.7
Just Patel APK Information
Old Versions of Just Patel
Just Patel 1.0.7
Just Patel 1.0.3

Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!